આતંકી હાફિઝની ધરપકડ મુદ્દે PAKના પૂર્વ રાજદૂતે જ ખોલી પાકિસ્તાનની પોલ, જાણો શું કહ્યું?

પાકિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા આતંકી હાફિઝ સઈદની ધરપકડ પર બ્રિટનમાં પાકિસ્તાન પૂર્વ રાજદૂતે સવાલ ઊભા કર્યા છે.

આતંકી હાફિઝની ધરપકડ મુદ્દે PAKના પૂર્વ રાજદૂતે જ ખોલી પાકિસ્તાનની પોલ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પાકિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા આતંકી હાફિઝ સઈદની ધરપકડ પર બ્રિટનમાં પાકિસ્તાન પૂર્વ રાજદૂતે સવાલ ઊભા કર્યા છે. પાકિસ્તાનના પૂર્વ રાજનયિક વાજિદ શમ્સુલનું કહેવું છે કે હાફિઝ સઈદની ધરપકડ માત્ર એક દેખાડો છે. પૂર્વ રાજનયિકે દાવો કર્યો કે પાકિસ્તાનમાં હાફિઝ સઈદની ધરપકડ ફક્ત દુનિયાને અંધારામાં રાખવા માટે કરવામાં આવી છે. 

એક ન્યૂજ પોર્ટલ પર વાજિદે લેખ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે જમાત ઉદ દાવાના ચીફની નવમીવાર ધરપકડ સીધી રીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વોશિંગ્ટન પ્રવાસ સાથે જોડાયેલી છે. તેમણે લેખમાં એમ પણ ઉલ્લેખ કર્યો કે હાફિઝની ધરપકડ પછી તરત જ ટ્વીટ કરીને તેને પોતાના સતત પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે. 

અમેરિકાને ખુશ કરવા માટે ધરપકડનો આરોપ
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તેમણે લખ્યું કે હાફિઝની ધરપકડે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તરત ટ્વીટ કરવા માટે ઉત્સાહિત કરી દીધા. ટ્રમ્પે હાફિઝની ધરપકડને પોતાના પ્રયત્નોની સફળતા ગણાવી દીધી. જો કે એ પણ સ્પષ્ટ છે કે હાફિઝ સઈદનો કેસ અમેરિકા માટે ખુબ મહત્વ ધરાવે છે. આ સાથે જ પાકિસ્તાન માટે પણ હાફિઝનો કેસ મહત્વપૂર્ણ છે. કારણ કે તે અમેરિકાની નજરમાં પ્રોક્સી વોરનો સૌથી મોટો નેતત્વકર્તા છે. 

જુઓ LIVE TV

ટેરર ફંડિંગ કેસમાં થઈ હતી ધરપકડ
અત્રે જણાવવાનું કે આ મહિનાની 17 તારીખે જ પાકિસ્તાન પોલીસે હાફિઝ સઈદની ધરપકડ કરી હતી. લાહોરથી ગુજરાંવાલા જતી વખતે તેની ધરપકડ કરાઈ હતી. પાકિસ્તાનમાં પંજાબના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)એ તેની ધરપકડ કરી હતી. તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનાક્રમ પર ભારત સરકારની પણ નજર છે. 

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે હાફિઝ
લ્લેખનીય છે કે જમાત ઉદ દાવા આતંકી સંગઠનનો ચીફ હાફિઝ સઈદ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાય છે. આ મહિનાની શરૂઆતમાં પંજાબના સીટીડીએ આતંકી ફંડિંગ મામલે સઈદ અને તેના અન્ય 12 સહયોગીઓ વિરુદ્ધ 23 કેસ દાખલ કર્યા હતાં. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે પાંચ ટ્રસ્ટના માધ્યથી તેઓ આતંકી ગતિવિધિઓ માટે ધન ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. સીટીડીએ કહ્યું હતું કે તેણે એન્ટી ટેરર લો હેઠળ પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત સામે લાહોર, ગુજરાંવાલા, અને મુલતાનમાં કેસ નોંધાવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news